ભાવનગરની એસ.એન.ટી.ટી.મહિલા કોલેજ ખાતે સ્પેશ્યાલિસ્ટ અને સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંત તબીબો સાથેનો નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

નમામિ દેવી નર્મદે મહોત્સવ
September 15, 2019
આયુષ્યમાન ભારત દિવસ ઉજવણી સમારોહ અંતર્ગત ૩૨૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને ૧૭૪ નવી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરવામા આવ્યુ.
September 23, 2019

ભાવનગરની એસ.એન.ટી.ટી.મહિલા કોલેજ ખાતે માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગ સાથે સ્પેશ્યાલિસ્ટ અને સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંત તબીબો સાથેનો નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં સ્વ.વિજયભાઇ દવેને પ્રથમ પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ મેગા મેડિકલ કેમ્પમાં ૨૨,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી ૧૮,૦૦૦ લોકોએ આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા પણ સ્થાન મેળવ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પ થકી પોતાનામાં રહેલા રોગ થી અજાણ એવા ઘણા લોકોનું નિદાન થાય છે. આમ આવા કેમ્પો માનવ જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મુકાયેલ મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના તેમજ આયુષ્માન ભારત યોજના લોકોના દુઃખ દૂર કરવામાં મદદરૂપ નીવડી છે. આવી યોજનાઓ થકી જરૂરિયાત મંદ લોકો ડાયાલિસિસ, કેન્સર વગેરે જેવી મોંઘી સારવાર કરાવી શકતા ન હતા. જે માટે હવે આવવા-જવાના ખર્ચ સહિત સરકાર દ્વારા નિશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવાઇ છે. આ પ્રસંગે કેન્સરની સારવાર માટે ભાવનગર જિલ્લાને ૧૭ કરોડના ખર્ચે લિનિયર એક્સીલેટર તેમજ સિટી સિમ્યુલેટર નામના અત્યાધુનિક મશીન ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી. ભાવનગરના દર્દીએ અમદાવાદ સુધી જવુ ન પડે પડે તેથી આગામી બે વર્ષમાં ભાવનગર જિલ્લાની સ્વાસ્થ્યલક્ષી સેવાઓને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.