શ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી
શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સાંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના, જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેકસમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
રેસન્ટ કાર્યક્રમો
રેસન્ટ વિડિઓઝ
દિન વિશેષ
વર્તમાન વિકાસ કામો
- નાયબ મુખ્યમંત્રીશ્રી નું કાર્યાલય
- નાણાં વિભાગ
- માર્ગ અને મકાન વિભાગ
- પાટનગર યોજના
- નર્મદા
- કલ્પસર યોજના
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ